logo

ધાનેરા તાલુકા ના થાવર ગામ માં હાઈકોર્ટે ના આદેશ થી દબાણ હટાવવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ધાનેરા તાલુકાના થાવર ગામમાં ૬૦ જેવા કાચા પાકાં દબાણ ની અરજી કરવામાં આવી જેમાં ૧૬ આસપાસ હાઈકોર્ટે ના સ્ટે લાવ્યા હતા અને બાકીનાં દબાણ કાયદાકીય રીતે દુર કરવાની કામગીરી સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કાયદો કાયદાનું રીતે કામ કરે છે પણ કાયદાકીય જોગવાઈ માં શું ક્યાંય આ ગરીબ અને લાચાર માણશો માટે દયા નથી હોતી. શું ગરીબ અને અભણ લોકો જ કાયદાનો ભંગ કરતા હોય છે.
ધાનેરા તાલુકાના થાવર ગામની અમાનવીય ઘટના કહેવાય.આવી શિયાળા ની કડકડતી ઠંડી માં આ લાચાર અને ગરીબ માણશો ના મકાન ધ્વસ્ત કરી નાખ્યા છે.આ લોકો ગરીબ છે અને એમની પાસે જમીન પૈસાનો અભાવ છે એટલે જ દબાણ માં મકાન બનાવ્યા છે. અને વસવાટ કરી ને જીવન ગુજારે છે એ લોકો ત્યાં લાખો ના બંગલા કે ખેતી નથી કરતા અને ઉપર થી સરકાર શ્રી દ્વારા સહાય આવાસ યોજના માં બનાવી આપેલાં હતા એ રહેણાંક મકાન જ હતા તો શું સરકાર શ્રી ના અધિકારીઓ આવા વસવાટ બનાવતા પહેલા જમીન ગામ તળ છે કે ગૌચર એનો તપાસ નથી કરતા આમાં આ ગરીબ અને અભણ માનશો ની શું ભૂલ છે.આજે આટલી ઠંડી માં આ લોકો નું કોઇ નથી નાના નાના બાળકો ને હાથ માં લઇ ને બેઠા છે. રહેવા માટે હવે છત નથી કે નથી કંઈ જમવાંનું બનાવવાની વ્યવસ્થા એમણે શૂન્ય કરી નાંખ્યા પણ કુદરત ક્યારેય આ ભુલ કરનાર સરકારી બાબુઓને માફ નહીં કરે .
જયારે ચુંટણીઓ આવે છે ત્યારે ગરીબ અને ગરીબી ની વાતો કરવામાં આવે છે.એ વખતે મોટી મોટી સરકારી યોજનાઓ ગણાવવામાં આવે છે.પણ આ બધુ કહેવા પૂરતું જ રહી જાય ને ગરીબ લોકો પણ ત્યાંના ત્યાં જ રહી જાય છે.
આજે પક્ષ માં બેઠેલા આ સત્તધિશો અને મોટા મોટા નેતાઓ આવા ગરીબ માણશો ને વારે ક્યારે આવશે.આવશો માત્ર ચૂંટણીઓનાં ટાઇમે મત લેવા માટે જ આવશે? હદ છે તમને આ લોકો ની પરિસ્થિતિ જોઈ ને દુઃખ નથી થાતુ.ગરીબો ની વાતો કરવા વાળા નો જમીર કયારે જાગે છે એ જોવાનું રહ્યું.આવી સંવેદનશીલ ઘટનાઓ ઉપર સરકાર શ્રી ને પણ ધ્યાન દોરવું જોઈએ. જે પણ સરકાર શ્રી ની યોજનાઓ બહાર પડે છે.તેનો ઉપયોગ કેવી રીતે થઇ રહ્યો છે.

55
3387 views